અગત્યની જાહેરાત
પ્રિય જ્ઞાતિજનો
આજના આધુનિક સમયમાં આપણા સમાજની પ્રગતિના સમયની માંગ મુજબ સમાજની વેબસાઈટ તેમજ મોબાઇલ એપ્લીકેશન વધુ વિકાસની ઉંચાઈએ પહોચવા બનાવી છે.
આપની આ વેબસાઈટ ના એક ભાગરૂપે “ઈ-વસ્તીપત્રક” રૂપે મુકેલ છે. આપણી જ્ઞાતિના લાણદારો કુટુંબ સભ્યોની વિગતો શક્ય હોય તેટલી સાચી માહિતી મેળવવા પ્રયાસ કરી રજુ કરેલ છે. તેમ છતાં કોઈ પણ કુટુંબ સભ્યની માહિતીમાં કઈપણ ભૂલ કે ક્ષતિ હોય તો અમોને માફ કરશોજી અને સુધારી લેશોજી.
આપશ્રીના કુટુંબ સભ્યોના નામ, સરનામું, જન્મતારીખ, ભણતર, મોબાઇલ નંબર, મેરીટીયલ સ્ટેટસ વિગેરે જેવી અન્ય કોઈપણ માહિતીમાં સુધારો તેમજ કુટુંબના નવા સભ્યો ઉમેરવા અથવા કાઢી નાખવા માટે આપશ્રીના લોગ ઇન આઈડી તથા પાસવર્ડ થી સુધારો કરી શકો છો, જેથી કુટુંબની છેલ્લી માહિતી સમાજને ઝડપી મળી શકે. આપ, “ઈ-વસ્તીપત્રક” ને શક્ય હોય એટલું અપડેટ રાખવા વિનંતી. જેથી આપણે આ ડેટાથી આપણો તથા સમાજનો વિકાસ કરી શકીએ.
અત્રે રજુ કરવામાં આવેલ માહિતીમાં અમારા તરફથી કોઈ પણ મન – કર્મ વચનથી થયેલ ભૂલ બદલ અમોને માફ કરવા વિનંતી.
“ ભૂલ શોધવા કરતાં સુધારવામાં મહાનતા છે. ”