અભિનંદન
કોઈપણ કાર્ય કરવામાં ઉંમર નડતી નથી.
કાર્યની સફળતા તમારી હોશ ઈચ્છા તથા આવડત ને આભારી છે.
આપણા જ્ઞાતિના ૬૦ વર્ષના જોલીબેન કમલેશભાઈ સુરતી
જાતે પેઇન્ટિંગ કરી ઘણા બધા ચિત્રો બનાવે છે.
અને વખતો વખત તેનું પ્રદર્શન પણ જુદી જુદી આર્ટ ગેલેરીઓમાં ગોઠવે છે.
થોડા સમય પહેલા આવા જ એક પ્રદર્શન નું ઉદ્ઘાટન હાલના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ કરેલ હતું.
હાલમાં જોલીબેને ગુજરાત રાજ્યની ચિત્ર સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવેલ છે.
તેઓને જ્ઞાતિ વતી ખૂબ ખૂબ અભિનંદન
તથા
પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા