શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
અમદાવાદ થી બહુચરાજી પગપાળા સંઘ 2023
વડાવી મુકામ બાદનો અહેવાલ
વડાવી મુકામે આરામ કરી સંઘ રાત્રે રોકાણ માટે કડી તરફ રવાના થયો
કડી ખાતે રમેશ ઓઇલ મીલમાં ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે તેઓએ રાત્રે ભોજન કરી આરામ કર્યો
વહેલી સવારે દરેક યાત્રીકો નિત્યક્રમ પરવારી સાદરા ખાતે આવેલ બપોરના મુકામ માટે આગળ વધ્યા
બપોરે લગભગ 10:30 11 ની વચ્ચે દરેક યાત્રીકો સાદરા મુકામે આવી પહોંચ્યા
બપોરનું સુંદર ભોજન લીધું અને ત્યારબાદ આરામ કર્યો
નોંધનીય બાબત છે કે
દરેક મુકામે જ્ઞાતિના કેટલાક ઉત્સાહી દાનવીરો દ્વારા વ્યક્તિગત રીતે આવીને યાત્રિકોને જુદી જુદી ભેટ આપવામાં આવે છે
કડી મુકામે દરેક યાત્રિકોને આઈસ્ક્રીમ
તથા સાદરા મુકામે પણ દરેક યાત્રીઓને આઈસ્ક્રીમ આપવા માં આવ્યો .
દરેક મુકામે જુદી જુદી ભેટ પ્રસાદ સ્વરૂપે મળતા યાત્રિકોને પણ ઉત્સાહ વધતો જાય છે
પગપાળા સંઘની તસવીરો
જય બહુચર