ખાસ નોંધ
શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાપાનેરી વણીક જ્ઞાતિના
તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ સમારંભ તારીખ 8 જાન્યુઆરી 2023 ના રોજ યોજાનાર છે
આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ માર્ચ 2022 માં પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયેલો હોય
તેઓની માર્કશીટની ઝેરોક્ષ તથા ફોટા જ્ઞાતિની ઓફિસે તારીખ 20 ઓક્ટોબર 2022 પહેલા મોકલવા ફરજીયાત છે
આપ આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને માર્કશીટ તથા ફોટા મોકલી આપશો
તારીખ 8 જાન્યુઆરી 2023 ના રોજ ખીચડા ઉજાણીનો પણ આયોજન છે
જે જ્ઞાતિજનને ખીચડા ઉજાણી માટે ભેટ લખાવવી હોય તેવો સીજી રોડ ઓફિસનો સંપર્ક કરવો
રૂપિયા 2000 કે તેથી વધુનું દાન લખાવનારને તેમના ઘરે તીખો મીઠો ખીચડો તથા રવૈયા બટાકાનું શાક ઘેર બેઠા પહોંચાડવામાં આવશે
જેની નોંધ લેવી
જ્ઞાતિને આપેલ દાન ઇન્કમટેક્સ ની કલમ 80G મુજબ કરમુક્ત છે
માર્કશીટ તથા ફોટાની બબ્બે નકલો આપવી જરૂરી છે