જ્ઞાતિ ના ગરબા
વર્ષ 2020 અને 2021 માં વિશ્વ વ્યાપી કોરોનાને કારણે આપણે ઓનલાઇન ગરબા કરેલ હતા
માતાજીની કૃપાથી વર્ષ 2022 ના આપણા સમાજના ગરબા આવતી કાલ શનિવાર તારીખ 8 ઓક્ટોબરના રોજ અમૃતવાડી ખાતે યોજાયેલ છે
જેમાં સાંજે 7:00 કલાકથી ભોજન ની વ્યવસ્થા શરૂ થઈ જશે
અને રાત્રે 9 કલાકથી ગરબા શરૂ થશે
જે અંદાજે બાર વાગ્યા સુધી ચાલશે
ગરબામાં નાના ભૂલકાઓના ગ્રુપ, યુવાનોનું ગ્રુપ અને વડીલોના ગ્રુપને
1.બેસ્ટ પરફોર્મન્સ
2 બેસ્ટ ડ્રેસ
3 બેસ્ટ કપલ જેવા
ઇનામો આપવામાં આવશે
તદુપરાંત આ વર્ષે એક વધારાનું પણ ઇનામ ઉમેરવામાં આવ્યું છે
અને તે છે
બેસ્ટ ગ્રુપનું
એટલે આપ આપના ગ્રુપમાં પણ તમારી સ્ટાઇલ પ્રમાણે ગરબા રમી શકશો
જ્ઞાતિના ગરબા છે ખૂબ જ આનંદ અને ઉત્સાહ હોય
દરેક જણ સમયસર આવે
વ્યવસ્થાપક કમિટીએ ચાલુ વર્ષે ભોજનમાં
આપણા સમાજની એક જમાના ની પ્રખ્યાત અને હાલમાં લગભગ લુપ્ત થયેલ મીઠાઈ એટલે કે
ચટાકો જેને બીજા શબ્દોમાં તીખો મઠો કહેવાય
તેનું આયોજન કરેલ છે
ગરબાના અંતે દૂધ પૌવા નું પણ આયોજન છે
તો દરેક જ્ઞાતિજન સમયસર આવે અને ભરપૂર લાભ લે
જે જ્ઞાતિજનોને પોતાના વ્યવસાયની અથવા જ્ઞાતિને ગરબા નિમિત્તે યોગદાન આપવાની ઈચ્છા હોય
તેવો તેઓનું બેનર બનાવી અમૃતવાડી પર આજે સાંજ સુધીમાં પહોંચાડી દે
એક બેનર ના રૂપિયા 1500 નું યોગદાન આપવાનું રહેશે
બેનર આપે બનાવવાનું રહેશે
બેનર ની સાઈઝ છ ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈનું હોવું જોઈએ
તો ચાલો ગરબા માટે તૈયાર થઈ જઈએ