PhotoGallary
Wel Come, Guest (Please Register/Login)
Login Contact Us
આનંદના સમાચાર   શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિના વ્યવસ્થાપક કમિટીના  અથાગ પ્રયત્નો ને કારણે  જ્ઞાતિને ઇન્કમટેક્સ નું 80G (સંસ્થાને આપેલા દાનની રકમમાંથી ૫૦ ટકા વળતર દાન આપનારને તેમના ઇન્કમટેક્સમાં મળશે ) જોગવાઈ વાળું સર્ટિફિકેટ ત્રણ વર્ષ માટે મળે છે.  વ્યવસ્થાપક કમિટી  જ્ઞાતિજનોને આ 80G  નો લાભ લેવા માટે આમંત્રણ આપે છે.  આ સર્ટિફિકેટ  1.શ્રી અમદાવાદની સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ ફંડ તથા 2. શ્રી પૂનમિયા  ટોળી  ટ્રસ્ટ  એમ બન્ને  ટ્રસ્ટમાં 80G મળેલ છે. આનંદ સાથે જણાવાનું કે હવે ટૂંક સમય માં સમર્પણ અંબાજી તથા સમર્પણ બહુચરાજી અતિથિ ગૃહ નું બુકિંગ ઓન લાઈન શરૂ થવા જઇ રહેલ છે. તો આપ જ્ઞાતિજનો આનો લાભ લેવા વિનંતી.. વસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી. નવાં જન્મેલા તથા નવા પરણેલા ના નામ દાખલ કરવા માટે તથા મરણ પામેલા  નામ કમી કરવા માટે વહીવટી ઓફિસનો સંપર્ક કરો

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Gyati No 73mo Pagpala Sangh (Date)  :  03/04/2026
Event Description   :  

શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ


જ્ઞાતિનો 73 મો પગપાળા સંઘ

 

 આપણી જ્ઞાતિ દ્વારા આપણી જ્ઞાતિના સભ્યો માટે પગપાળા સંઘ નું આયોજન થાય છે 

અને તે સંઘના યાત્રિકોને સુખ સગવડ મળી રહે તે માટે

 વ્યવસ્થાપક કમિટી સંઘના કાર્યકર્તાઓ ઉપરાંત જ્ઞાતિજનો ઘર હંમેશા તૈયાર રહે છે 

તારીખ 29 માર્ચ રવિવારના રોજ અમૃતવાડીથી પ્રસ્થાન કરેલ પગપાળા સંઘ આજે વડાવી ખાતે પહોંચેલ છે 

જેની સંપૂર્ણ  માહિતી અત્રે રજૂ કરવામા આવેલ છે


અમૃતવાડી થી નીકળતા

 કૌટિલ્યભાઈ ફડીયા ના ઘર પાસે પેપરબોર્ડ શરબત આપેલ 

ત્યાંથી રાજુભાઈ જાડાવાલા અને દેવેનભાઈ કાપડિયા ના ઘરે છાશ આપવામાં આવેલ 

ત્યાંથી આગળ ઓગણજ ચોકડી પાસે જયવીન અરૂણભાઇ ચીથરીયા તરફથી લાઈવ શેરડીનો રસ આપવામાં આવેલ

 ત્યાંથી લપકામણ ગામમાં સિદ્ધેશ્વરી મંડપ અને ડેકોરેટરવાળાને ત્યાં ચા અને પાપડી

 ત્યારબાદ સર્વ મંગલ સંસ્થાન ની બાજુના હરેકૃષ્ણ નર્સરી ફાર્મમાં  ચા કોફી તથા મિક્સ ભજીયા પીરસવામાં આવ્યા હતા

 ત્યારબાદ રાત્રિના ઉતારો શિવશક્તિ આશ્રમમાં હતો

 જ્યાં નૈનેશભાઈ લક્ષ્મણભાઈ જાડાવાળા તરફથી મેથીના ગોટા અને ચા નો નાસ્તો રાખેલ હતો

જેનો સર્વે યાત્રીકો તથા તેઓને મળવા આવેલ જ્ઞાતિજનોએ લાભ લીધેલ હતો


30 માર્ચ 2026 સોમવાર ના રોજ સવારે શિવશક્તિ આશ્રમ ખાતે 

ચા તથા સેવ ખમણી નો નાસ્તો દાતાશ્રી ઇન્દ્રવદન જાડાવાળા તરફથી આપવામાં આવ્યો હતો. 

ત્યાંથી આગળ જતા ભુપેશભાઈ દાંડવાળાના ફેક્ટરીએ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવ્યું હતું..


ત્યાંથી નીકળતા વડાવી આશ્રમ ખાતે પહોંચતા બપોરનું ભોજન ના દાતા ઇન્દ્રવદનભાઈ જાડાવાળા તરફથી હતું 

તેમાં બટાકા વડા, ચટણી, કાજુ ટીંડોળાનું શાક, પંચરત્ન હલવો, દેશી ચણા, પાપડ, અથાણું અને મઠો પીરસવામાં આવ્યો હતો..


બપોરના ભોજન દરમિયાન ભુપેન્દ્રભાઈ ધનજીમોતીવાળા તરફથી આરામ  ointment 

તથા temptation તરફથી ટોપી,

 ચંદ્રેશભાઇ નટવરલાલ મોજીવાલા તરફથી ગોગલ્સ 

અને મનિષાબેન તંબોળી તરફથી કુલિંગ વોટર બોટલ 

ની ભેટ આપવામાં આવેલ 

જમ્યા બાદ ભુપેશભાઈ દાંડવાલા તરફથી hocco બટર स्कॉच કોન આપવામાં આવેલ.. ત્યારબાદ સર્વે યાત્રી કો આરામ કરવા લાગ્યા

 વધુ અહેવાલ આવતીકાલે

જય બહુચર