શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
પગપાળા સંઘ 2026
ધજાજી પધરામણી દિવસ 10 મો
જ્ઞાતિની પરંપરા મુજબ પગપાળા સંઘ ચૈત્ર સુદ અગિયારસ તારીખ 29 માર્ચ રવિવાર ના દિવસે અમૃતવાડી ખાતે બપોરે 4 થી 6:30 દરમિયાન આનંદનો ગરબો કરાશે
ત્યારબાદ આરતી અને પ્રસાદ લઈ
સાંજે સાત કલાકે અમદાવાદથી બહુચરાજી તરફ પ્રયાણ કરે છે
તે પૂર્વે ધજાજીની પધરામણી જ્ઞાતિજનોના નિવાસ્થાને વ્યવસાયના સ્થાને કરાય છે
ધજાજી ના પધરામણી સમયે જ્ઞાતિજનો તેને એક ઉત્સવ તરીકે ઉજવે છે
અને સગા સંબંધીઓની હાજરીમાં માતાજીનું સ્વાગત કરે છે
ધજાજી ને સાડી પ્રસાદ ભેટ કરાય છે
પધરામણી દરમિયાન
પ્રીતિ પ્રજ્ઞેશ ગાંધી (ઈચારવાળા) તરફથી માતાજીની ચાંદીની પાદુકા અર્પણ કરાઈ
માતાજીને ચાંદીની લગડી
પારુલ કિરીટ ચણગી તરફથી અર્પણ કરાઈ
આ વર્ષના પગપાળા સંઘની ધજાજી સાથે મુકાતા ત્રિશૂળ તથા છત્ર શારદાબેન પોપટલાલ જાડાવાલા પરિવાર તરફથી અર્પણ કરાયેલ છે
પગપાળા સંઘની ધજાજી ને કેટલાક ભક્તજનો દ્વારા માતાજીને પારણું અર્પણ કરાયું
*પગપાળા સંઘના પ્રથમ પડાવ વડસરના સ્થાન બદલવા માં આવેલ છે*
વડસરમાં રામાપીરના મંદિરના બદલે શિવ શક્તિ આશ્રમ (વડસર ચોકડી થી જમણા હાથે વળતા જમણા હાથે જ આશ્રમ આવેલ છે)
ખાતે પ્રથમ રાતવાસો કરાશે
પગપાળા સંઘ 2026 માં પાક્કા ભોજન ના દાતાઓની યાદી
તારીખ 29 માર્ચ
અમૃતવાડી ખાતે મઠા ના દાતા vadilal આઈસ્ક્રીમ પરિવાર
અમૃતવાડીથી વડસરના મુકામ દરમિયાન રસ્તામાં ગોતા પાસે પંચામૃત ફ્લેટ ના પ્રાંગણમાં શરબત કૌટિલ્યભાઈ ફડિયા પરિવાર
તથા ઓગણજ પહેલા શરબત દેવેનભાઈ કાપડિયા તથા રાજુભાઈ જાડાવાળા પરિવાર તરફથી
ઓગણજ ચોકડી પાસે શેરડી નો રસ ના દાતા જૈમીન અરૂણભાઇ ચીથરીયા તરફથી
તારીખ 29 માર્ચ રાત્રે વડસર ખાતે ચા કોફી અને મેથીના ગોટા ના દાતા નયનેશભાઈ લક્ષ્મણભાઈ જાડાવાલા
તારીખ 30 માર્ચ વડસર ખાતે સવારે ચા કોફી તથા લાઈવ ઢોકળા ના દાતા ઇન્દ્રવદન ભાઈ જાડાવાલા
તારીખ 30 માર્ચ વડાવી ખાતે સંપૂર્ણ ભોજન ના દાતા ઇન્દ્રવદન જાડાવાલા પરિવાર
વડાવી ખાતે સંઘના પ્રસ્થાન સમયે તડબૂચ ના દાતા
તારીખ 30 માર્ચ કડી ખાતે રાત્રે ભોજન ના દાતા રમેશ ઓઇલ મીલ
તારીખ 30 માર્ચ કડી ખાતે આઈસ્ક્રીમ ના દાતા મિથુન મનોજકુમાર જાડાવાલા
કડી મુકામે છાશના પાઉચ ના દાતા
સ્વ કિરીટકુમાર અરવિંદલાલ મોદી(ચીથરીયા)
હસ્તે અમિત કિરીટ કુમાર મોદી(ચીથરીયા)
મૌલિકા મયુરકુમાર વડવાલા
તારીખ 31 માર્ચ સાદરા ના મુકામે જતા પહેલા ભવાની પાર્ટી પ્લોટ ખાતે ચા નાસ્તો લાલજીભાઈ દેસાઈ (અમૃતવાડીના ડેકોરેટર) પરિવાર તરફથી
તારીખ 31 માર્ચ સાદરા ખાતે ભોજન ના દાતા સંકલન ગ્રુપ તથા ગુલાબજાંબુના દાતા બુમિયા પરિવાર
તારીખ 31 માર્ચ અબાસણ ખાતે રાત્રી ભોજન માં કેરીના રસ ના દાતા તેજસભાઈ બીપીનભાઈ બારમણીયા
તથા બાકી તમામ ભોજન ના દાતા શ્રી સુનિલભાઈ ગિલેટ વાળા
તારીખ 1 એપ્રિલ બરીયફ ખાતે ભોજન માં મઠા ના દાતા શ્રી નીરવભાઈ મોજીવાળા તથા પ્રથમ મોજીવાળા તથા ભોજન ના દાતા શ્રી હીરાગૌરી તથા ઇન્દ્રવદનભાઈ મુડીયાવાળા પરિવાર
ભોજન બાદ આઈસ્ક્રીમના દાતા vadilal આઈસ્ક્રીમ પરિવાર
તારીખ 1 એપ્રિલ સાંજે સમર્પણ બહુચરાજી ખાતે ભોજનમાં કેરીના રસના દાતા ગોપી પરિવાર
તારીખ 2 એપ્રિલ સમર્પણ બહુચરાજી ખાતે ધજાજીના પ્રસ્થાન સમયે માનભોગ (શિરા )ના દાતા નગીનભાઈ વડવાળા પરિવાર
ભોજનના માં મઠાના દાતા ફરકી પરિવાર (ફરકી લસ્સી વાળા )
સંઘ દરમિયાન પેઇન કિલર ટ્યુબ ના દાતા ચેતનાબેન ભુપેન્દ્રભાઈ ધનજીમોતીવાળા
તમામ પદયાત્રિકોને ગોગલ્સ શ્રી ચંદ્રેશભાઇ નટવરલાલ મોજી વાળા પરિવાર તરફથી
સંઘ દરમિયાન કોલ્ડ્રિંક્સ ના દાતા
કેયુરભાઈ ગાંધી કૃપલભાઈ જીતેન્દ્રભાઈ ગાંધી રાજેશભાઈ બાબુલાલ મોદી
તથા હાર્દિકભાઈ મોજીવાળા
તથા દિનેશભાઈ પેલામાનીદાળવાળા પગપાળા સંઘમાં તથા ધજાજીના પધરામણીમાં ફોટોગ્રાફી ધ્રુવીન ફોટોગ્રાફર તરફથી સેવા આપવામાં આવેલ છે
જે જ્ઞાતિજનોને પગપાળા સંઘ દરમિયાન ભોજનની નાસ્તાની કે અન્ય સેવા આપવી હોય તથા
સંઘ બાદ સર્વે જ્ઞાતિજનોને અપાતા લાડુના પ્રસાદ ના દાતા તરીકેની ઈચ્છા હોય તો તેઓએ તેની જાણ
મનોજભાઈ જાડાવાલા અથવા
કિરીટભાઈ ચણગી અથવા
જ્ઞાતિ ની ઓફિસે કરવા વિનંતી
જેથી કરીને તેઓ ની સેવાની જાહેરાત કરી શકાય
આપ આપનું દાન ઓનલાઈન પણ કરી શકો છો
જય બહુચર