શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
પગપાળા સંઘના પાસ આજ તારીખ 25 માર્ચના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં જ્ઞાતિની ઓફિસમાંથી ₹160 ભરીને મેળવવાના રહેશે આવતીકાલથી પાસ લેનારે 260 આપવાના રહેશે જેની ખાસ નોંધ લેવી
પગપાળા સંઘ 2026
ધજાજી પધરામણી દિવસ છઠ્ઠો
જ્ઞાતિની પરંપરા મુજબ પગપાળા સંઘ ચૈત્ર સુદ અગિયારસના દિવસે અમદાવાદથી બહુચરાજી તરફ પ્રયાણ કરે છે
તે પૂર્વે ધજાજીની પધરામણી જ્ઞાતિજનોના નિવાસ્થાને વ્યવસાયના સ્થાને કરાય છે
ધજાજી ના પધરામણી સમયે જ્ઞાતિજનો તેને એક ઉત્સવ તરીકે ઉજવે છે
અને સગા સંબંધીઓની હાજરીમાં માતાજીનું સ્વાગત કરે છે
ધજાજી ને સાડી પ્રસાદ ભેટ કરાય છે
જ્ઞાતિજનોના ભાવ અને ભક્તિ અનેરી જોવા મળે છે
જેની લાક્ષણિક તસવીરો
જય બહુચર