શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
પગપાળા સંઘ 2026
ધજાજી પધરામણી દિવસ બીજો
જ્ઞાતિની પરંપરા મુજબ પગપાળા સંઘ ચૈત્ર સુદ અગિયારસના દિવસે અમદાવાદથી બહુચરાજી તરફ પ્રયાણ કરે છે
તે પૂર્વે ધજાજીની પધરામણી જ્ઞાતિજનોના નિવાસ્થાને કરાય છે
ધજાજી ના પધરામણી સમયે જ્ઞાતિજનોના ભાવ અને ભક્તિ અનેરી જોવા મળે છે આજરોજ એક ભક્તજને ધજાજી સન્મુખ અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો
કેટલાક ભક્તજનોએ ધજાજીને સાડી અર્પણ કરી
ધજાજી પધરામણી સમયે દરેક સ્થળે જ્ઞાતિ સભ્ય શિમોલી બાદશાહના કંઠે ગવાયેલ આરતી રજૂ કરાઈ
જેની લાક્ષણિક તસવીરો
જય બહુચર