શ્રી અમદાવાદ સમસ્ત મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ
પગપાળા સંઘ 2026
ધજાજી પધરામણી દિવસ એક
જ્ઞાતિની પરંપરા મુજબ પગપાળા સંઘ ચૈત્ર સુદ અગિયારસના દિવસે અમદાવાદથી બહુચરાજી તરફ પ્રયાણ કરે છે
તે પૂર્વે ધજાજીની પધરામણી જ્ઞાતિજનોના નિવાસ્થાને કરાય છે
તારીખ 19 માર્ચ ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે અમૃતવાડી ખાતે બિરાજેલ માં બહુચરાજી સન્મુખ ભક્તજનો ની ઉપસ્થિતિમાં ધજાજીનું શાસ્ત્રોત રીતે પૂજન કરાયું
અને ત્યારબાદ ધજાજીની પધરામણી જ્ઞાતિજનોના નિવાસસ્થાને કરવામાં આવી
ધજાજી ના પધરામણી સમયે જ્ઞાતિજનોના ભાવ અને ભક્તિ અનેરી જોવા મળી
કેટલાક ભક્તજનોએ ધજાજીને સાડી અર્પણ કરી
ધજાજી પધરામણી સમયે દરેક સ્થળે જ્ઞાતિ સભ્ય શિમોલી બાદશાહના કંઠે ગવાયેલ આરતી રજૂ કરાઈ
જેની લાક્ષણિક તસવીરો
જય બહુચર